સેબીએ ઇન્વીટ્સના ધારાધોરણોમાં સુધારો કર્યો, લઘુત્તમ રોકાણ ઘટાડીને રૂ. ૨૫ લાખ કર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બજાર નિયમનકાર સેબીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ્સત) માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ ઘટાડીને રૂ. ૨૫ લાખ કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. આ રીતે સેબીએે તેને સેક્ધડરી માર્કેટના ટ્રેડિંગ લોટના કદ સાથે એકરૂપ બનાવ્યા છે.
આ પહેલા, ખાનગી રીતે પ્લેસ કરેલા ઇન્વીટ્સ માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ એસ્ટ્સ મિક્સ અનુસાર એક કરોડ રૂપિયા અથવા રૂ. ૨૫ કરોડ જેટલો હતો. જો કે, સુધારાના પહેલા રાઉન્ડમાં, એસેટ મિક્સને ધ્યાનમાં ના લેતા, સેકટન્ડી માર્કેટમાં ટ્રેડિંગ લોટ કદ પહેલાથી જ ઘટાડીને રૂ. ૨૫ લાખનું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ!
તદનુસાર, આ સુધારો તમામ ખાનગી રીતે પ્લેસ કરેલા ઇન્વીટ્સ માટે પ્રાથમિક બજારમાં રૂ. ૨૫ લાખનું એકસમાન લઘુત્તમ ફાળવણી કદ રજૂ કરે છે, જે સેક્ધડરી માર્કેટના ધારાધોરણો સાથે સુમેળ સાધે છે. આ ઉપરાંત, નિયમનકારે પહેલી સપ્ટેમ્બરના રોજ અલગ અલગ સૂચનાઓ દ્વારા, નિયમોમાં સુધારો કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ્સ) અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રેઇટ)ની પ્રવૃત્તિઓ માટે વ્યવસાય કરવાની સરળતામાં વધારો કર્યો છે.
ઉપરોક્ત ધારાધોરણો હેઠળ, સેબીએ જણાવ્યું હતું કે રેઇટ્સ અથવા ઇન્વીટ્સના સંબંધિત પક્ષો અને પ્રાયોજક, ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અથવા મેનેજર અને પ્રોજેક્ટ મેનેજરના સંબંધિત પક્ષોને ‘પબ્લિક’, ગણવામાં આવશે નહીં સિવાય કે આવા સંબંધિત પક્ષો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્વિબ્સ) હોય. વધુમાં, તેઓ હંમેશા ‘પબિલ્ક’ શ્રેણીમાંથી બાકાત રહેશે, ભલે ક્વિબ્સ તરીકે તેમની સ્થિતિ ગમે તે હોય.