વેપાર

સેબી આઈપીઓના લોક-ઇન નિયમોમાં કરી શકે છે મોટો ફેરફાર, નાના રોકાણકારોને થશે ફાયદો

મુંબઈ : ભારતીય શેરબજાર હાલમાં આઈપીઓની ધૂમ મચી છે. જેના પગલે રોકાણકારોના પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે સેબી આઈપીઓના લોક ઇન નિયમોમાં સુધાર કરવા જઈ રહ્યું છે.

જેના લીધે આઈપીઓ બજારમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમજ રોકાણકારો અને પ્રમોટરની મુશ્કેલીમાં પણ વધારો થશે. જ્યારે નાના રોકાણકારોને રાહત મળશે.

સેબીનો નવો ફેરફાર આઈપીઓ પ્રક્રિયાને સરળ બનાવશે

આ અંગે સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્તમાન લોક-ઇન નિયમો ખૂબ જટિલ છે. અત્યાર સુધી, આઈપીઓ પહેલાના બધા રોકાણકારોને સમાન નિયમો લાગુ પડતા હતા, પરંતુ સેબી હવે મોટા શેરધારકો અને પ્રમોટરો સિવાયના રોકાણકારો પરના નિયંત્રણો હળવા કરવાનું વિચારી રહી છે.

જેમનું કંપનીના નિર્ણયો પર કોઈ નિયંત્રણ નથી. આ ફેરફારોનો સીધો ફાયદો રિટેલ અથવા નાના રોકાણકારોને થશે. જેમાં હાલમાં નાના રોકાણકારોને લોક-ઇન સમયગાળાને કારણે કેસ ફલોની મર્યાદાઓ અથવા ભંડોળ અવરોધિત થવાનો સામનો કરવો પડે છે. ત્યારે સેબીનો નવો ફેરફાર આઈપીઓ પ્રક્રિયાને સરળ બનાવશે.

વર્ષ 2025 માં 300 થી વધુ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં 300 થી વધુ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા છે. જેમાં આશરે 16.55 બિલિયન ડોલર એકત્ર થયા છે. આ જંગી તેજીએ બજારને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે, પરંતુ આ જ ગતિએ આઈપીઓ પ્રક્રિયાને પણ નોંધપાત્ર રીતે જટિલ બનાવી છે. જોકે, સેબી ફક્ત પારદર્શિતા અને સચોટ માહિતી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો…ડિજીટલ કે ઈ-ગોલ્ડ ખરીદતા હોવ તો સાવધાન, સેબીએ આપી મોટી ચેતવણી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button