સેબીએ બોન્ડ રોકાણની મર્યાદા ઘટાડી: રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઇ શકે
મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ એક મોટા સુધારાને મંજૂરી આપી છે, સેબીએ બોન્ડ રોકાણ માટે રોકાણ મર્યાદા ઘટાડાતા ફિક્સ્ડ-ઇન્કમ રોકાણકારો માટે ફાયદામંદ રહેશે. સેબીના નિર્ણયથી ભારતીય બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થશે.
સેબીએ કોર્પોરેટ બોન્ડ્સ માટે લઘુત્તમ રોકાણની રકમ રૂ. એક લાખથી ઘટાડીને માત્ર રૂ. ૧૦,૦૦૦ જાહેર કરી છે. આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે ૩૦ મે, ૨૦૨૪ના રોજ સેબીની બોર્ડ મીટિંગ દરમિયાન લેવામાં આવેલા આ નિર્ણયથી ભારતીય બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થશે.
અગાઉ, ઉચ્ચ ન્યૂનતમ રોકાણની રકમ ઘણા રોકાણકારો માટે મર્યાદિત પ્રવેશ હતો, પરંતુ હવે, નીચલા થ્રેશોલ્ડ સાથે, વધુ વ્યક્તિઓ કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરવાનું વિચારી શકે છે, એવો અંદાજ બજારના નિરિક્ષકે વ્યક્ત કર્યો હતો.
સુધારાનો હેતુ બોન્ડ રોકાણોને લોકતાંત્રિક બનાવવા અને વધુ બિન-સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવાનો છે. ઇશ્યુઅર્સ હવે નવી ન્યૂનતમ રકમ રૂ. ૧૦,૦૦૦ પર ખાનગી પ્લેસમેન્ટ દ્વારા નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) અથવા નોન-ક્ધવર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ (એનસીઆરપીએસ) શેર્સ ઓફર કરી શકે છે.
આ ઇન્સ્ટ્રુમેન્ટ સીધા, વ્યાજ અથવા ડિવિડન્ડ ધરાવતા હશે અને તેમાં ક્રેડિટ ઉન્નતીકરણો શામેલ હોઈ શકે છે. નેવું ટકાથી વધુ કોર્પોરેટ ઋણ ખાનગી રીતે મૂકવામાં આવતાં, આ ફેરફારથી કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં રિટેલ ઇન્વોલ્વમેન્ટને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત, સેબીએ અન્ય નોંધપાત્ર પગલાઓને મંજૂરી આપી છે. એક મુખ્ય ફેરફાર એ ડેબ્ટ સિક્યોરિટીઝ અને નોન-ક્ધવર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેરના પાત્ર ધારકોને ઓળખવા માટે રેકોર્ડ તારીખનું માનકીકરણ છે.
અસંગતતાઓને દૂર કરવા અને એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે, વ્યાજ અથવા ડિવિડન્ડ ચુકવણીઓ અને મુખ્ય ચુકવણી માટેની રેકોર્ડ તારીખ હવે નિયત તારીખના ૧૫ દિવસ પહેલા નક્કી કરવામાં આવશે. આ વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરશે, મૂંઝવણ ઘટાડશે અને રોકાણકારોને સ્પષ્ટ માહિતી પ્રદાન કરશે.
ભારતીય બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થશે. અગાઉ, ઉચ્ચ ન્યૂનતમ રોકાણની રકમ ઘણા રોકાણકારો માટે મર્યાદિત ઍક્સેસ હતી, પરંતુ હવે, નીચલા થ્રેશોલ્ડ સાથે, વધુ વ્યક્તિઓ કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ કરવાનું વિચારી શકે છે અને આ સગેમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ વધી શકે તેવું અનુમાન છે.
સેબી ક્યુઆર કોડ્સ અથવા વેબલિંક દ્વારા નાણાકીય સ્ટેટમેન્ટ સુલભ હોવાની આવશ્યકતા દ્વારા નિશ્ચિત-આવક ઉદ્યોગમાં ડિજિટાઇઝેશનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માહિતીના પ્રસારને ઝડપી બનાવશે અને ડેબ્ટ લિસ્ટિંગની કાર્યક્ષમતામાં વધારો કરશે.
સેબીના આ ભવિષ્ય તરફના વિચાર પરના પગલાં તાજેતરના ચર્ચા શ્વેતપત્રની ભલામણોને પ્રતિબિંબિત કરે છે અને નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમાણિત કરવા અને સુધારવાના ચાલુ પ્રયત્નોનું પ્રતિનિધિત્વ કરે છે અને પરિણામે બોન્ડ રોકાણોને તમામ રોકાણકારો માટે વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવે છે.