સેબીએ સ્ટોક બ્રોકરોને રાહત આપી, નેટવર્થ સર્ટીફિકેટ જમા કરાવવાની સમય મર્યાદા વધારી | મુંબઈ સમાચાર
વેપાર

સેબીએ સ્ટોક બ્રોકરોને રાહત આપી, નેટવર્થ સર્ટીફિકેટ જમા કરાવવાની સમય મર્યાદા વધારી

મુંબઈ : સેબીએ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્ટોક બ્રોકરોને રાહત આપી છે. સેબીએ સ્ટોક બ્રોકરોને માર્જિન ટ્રેડિંગ સુવિધા આપવા માટે જરૂરી નેટવર્થ સર્ટીફિકેટ જમા કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ આ બદલાવથી નિયમોનું પાલન સરળ બનશે અને કારોબારના સુગમતા આવશે. હાલના નિયમ મુજબ બ્રોકર્સે દર વર્ષે 31 માર્ચ અને 30 સપ્ટેમ્બરના રોજ પોતાની નેટ વર્થની પૃષ્ટિ કરતું ઓડિટરનું સર્ટીફિકેટ છ માસમાં બે વાર જમા કરાવવાનું હોય છે. જે 30 એપ્રિલ અને 31 ઓક્ટોબર સુધી સ્ટોક એકસચેન્જમાં જમા કરાવવાનું હોય છે.

આ સમય મર્યાદા વધારવા માટે અનેક અરજીઓ અને ભલામણ મળી

આ અંગે મળતી માહિતી મુજબ સેબીને બ્રોકરો તરફથી આ સમય મર્યાદા વધારવા માટે અનેક અરજીઓ અને ભલામણ મળી હતી. જેના પગલે સેબીએ નેટ વર્થ સર્ટીફિકેટને જમા કરાવવા માટે સમય મર્યાદાને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કરવા સાથે એડજેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે એલઓડીઆરના નિયમો મુજબ થશે. હવે બ્રોકર્સ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થનારા છ માસ માટે 45 દિવસની અંદર અને 31 માર્ચના રોજ સમાપ્ત થનારા છ માસ માટે 60 દિવસની અંદર ઓડિટર સર્ટીફિકેટ જમા કરાવવું પડશે.

સેબીએ તમામ સ્ટોક એક્સચેન્જને નિર્દેશ આપ્યો

જેના લીધે હવે નવી સમય મર્યાદા 15 નવેમ્બર અને 31 મે હશે. જે પહેલા 31 ઓક્ટોબર અને 30 એપ્રિલ હતી. આ નવો નિયમ તાત્કાલિક અસરની અમલમાં આવશે. સેબીએ તમામ સ્ટોક એક્સચેન્જને નિર્દેશ આપ્યો છે કે પોતાના ઉપ નિયમ, નિયમ અને વિનિયમોમાં જરૂરી સુધારો કરે અને આ તમામની જાણ સભ્યોને કરવામાં આવે.

જથ્થાબંધ સોદામાં બદલાવ માટે સેબીનો પ્રસ્તાવ

આ ઉપરાંત સેબી જથ્થાબંધ સોદા માટે લધુત્તમ ઓર્ડરનું કદ 10 કરોડ રૂપિયા થી વધારીને 25 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ નિયમ વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યો છે. જથ્થાબંધ સોદા શેર બજારના કુલ કારોબારનો મોટો હિસ્સો છે. આ સોદા શેરબજારમાં ખરીદદાર અને વેપારી વચ્ચે થાય છે. આ સોદા શેર બજાર દ્વારાખોલવામાં આવતા વિશેષ સમય દરમિયાન થાય છે.

આ પણ વાંચો…સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button