વેપાર અને વાણિજ્ય

શૅરબજારમાં સંક્રાતનો મૂડ: કોન્સોલિડશન સાથે પેચ લગાવીને પણ નિફ્ટી ૨૨,૦૦૦ – ૨૨,૧૦૦ની ઊંચાઇ સર કરવા મથશે

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: બજાર એકધારી તેજી સાથે આગળ વધી રહ્યું છે અને કરેકશન ક્યારનું તોળાઇ રહ્યું હોવા છતાં બેન્ચમાર્ક કોઇને ગાંઠતો નથી. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે અને ટેક્નિકલ તથા ફંડામોન્ટલ પરિબળ તેજીતરફી હોવા સાથે પ્રોફિટ બુકિંગ પણ હવે બજારનું રેગ્યુલર પાંસું બની ગયું છે. નિષ્ણાતો માને છે કે નિફ્ટી માટે ૨૨,૦૦૦ મુખ્ય પ્રતિકારક સપાટી છે, પરંતુ જો તેના ઉપર મક્ક્મ બંધ આવશે તો બજાર ૨૨,૧૦૦થી ૨૨,૨૦૦ સુધી પણ આગળ વધી શકે છે. અલબત્ત આ સફરમાં બેન્ચમાર્કે કોન્સોલિડેશ અને કરેકશનના આંચકા ખમવા પડશે.

ટેક્નોલોજી શેરોમાં અર્નિંગ બજારની અપેક્ષા અનુસાર રહેવાથી આવેલી તેજીએે માત્ર બજારને ઊંચા સ્તરે લઇ જવામાં મદદ કરી છે એનાથી પણ મહત્ત્વની બાબત એ છે કે, યુએસ ફુગાવો અપેક્ષા કરતાં વધુ હોવા છતાં ૧૨ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં બજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ટીસીએસ અને ઇન્ફોસિસના ઉછાળા સાથે ઈન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નવી ઊંચાઈએ પહોંચતા બજારના સેન્ટિમેન્ટમાં પણ સુધારો આવ્યો હતો. શેરબજારમાં તેજીની પતંગને વધુ ઊંચે લઇ જવાના આશાવાદને જોતાં, આ સપ્તાહમાં, બજાર નિફ્ટી ૫૦ પર ૨૨,૦૦૦-૨૨,૧૦૦ના સ્તરે વધુ ઊંચે જઇ શકે છે, પરંતુ વચ્ચે વચ્ચે કોન્સોલિડેશન સાથે પણ પનારો પડતો રહેશે. રોકાણકારો ખાસ કરીને કોર્પોરેટ કમાણી પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે, જેને કારણે શએરલક્ષી ચાલ જોવા મળશે. વૈશ્ર્વિક મોરચે ચાઇનાના ચોથા ક્વાર્ટરના જીડીપીના ડેટા અને યુરોપના ઇન્ફ્લેશન ડેટા પર નજર રહેશે.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, નિફ્ટી ૫૦ ૧૮૪ પોઈન્ટ વધીને ૨૧,૮૯૫ પર અને સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટ વધીને ૭૨,૫૬૮ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સે અનુક્રમે ૦.૭૫ ટકા અને ૦.૭૫ ટકા વધીને બેન્ચમાર્ક સામે અંડરપરફોર્મ કર્યું હતું.

યુએસએ અને ચીનના મેક્રો ઇકોનોમિક ડેટાની સાથે ડોલર ઇન્ડેક્સ, યુએસ બોન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવની હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવશે. વિશ્ર્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવ શેરબજારમાં અનિશ્ર્ચતતાના વહેણ ઊભા કરીને ઉથલપાથલ અને અફડાતફડીને આમંત્રણ આપતાં રહેશે.

આજે સોમવારે, બજાર પ્રથમ વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીસ પરિણામ તેમજ માસિક ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા પર પ્રતિક્રિયા આપશે. નજીકના ગાળામાં, રોકાણકારોની વેપારની સ્થિતિ આગામી પરિણામની સીઝન તરફ વધુ ઢળેલી રહેશે. કોર્પોરેટ કમાણી અંગે સારો આશાવાદ છે, તે સાચો પડશે તો બજાર વધુ વેગ પકડશે.

ખાસ કરીને ગયા અઠવાડિયે ટેક્નોલોજી કંપનીઓ દ્વારા નક્કર શરૂઆત કર્યા પછી આ અઠવાડિયે મુખ્ય ફોકસ સ્થાનિક કોર્પોરેટ કમાણીની સિઝન પર રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, એલટીઆઇમાઇન્ડટ્રી, ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસિસ સહિત લગભગ ૨૦૦ કંપનીઓ આ સપ્તાહ દરમિયાન તેમના ડિસેમ્બર ક્વાર્ટરના આંકડાઓ જાહેર કરશે.

અન્ય કંપનીઓમાં એન્જલ વન, ફેડરલ બેંક, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ, જિંદાલ શો, એલ એન્ડ ટી ટેકનોલોજી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ, નેટવર્ક૧૮ મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવી૧૮ બ્રોડકાસ્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈનોવા કેપ્ટબ, જિંદાલ સ્ટેનલેસ, પોલિકેબ ઈન્ડિયા, પૂનાવાલા ફિનકોર્પ, હિન્દુસ્તાન ઝિંક, વન ૯૭ કોમ્યુનિકેશન્સ, આરબીએલ બેંક અને ઇરડા પણ આ સપ્તાહે પરિણામ જાહેર કરશે.

આર્થિક ડેટાના મોરચે, ડિસેમ્બર માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક દ્વારા માપવામાં આવેલો ભારતનો માસિક જથ્થાબંધ ફુગાવો ૧૫ જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. નિષ્ણાતોને અપેક્ષા છે કે ડબલ્યુપીઆઇ ફુગાવો વધુ વધશે. નવેમ્બરમાં તે ૦.૨૬ ટકાના સ્તરે હતો, જે ભારતમાં આઠ મહિનામાં સૌથી ઊંચી સપાટી હતી.

પેસેન્જર વ્હીકલનું વેચાણ અને ડિસેમ્બર માટેના ટ્રેડ બેલેન્સના ડેટા પણ તે જ તારીખે જાહેર કરવામાં આવશે, જ્યારે વિદેશી વિનિમય અનામત ૧૯ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે. વૈશ્ર્વિક મોરચે, બજારના સહભાગીઓ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારા ચીનના ત્રિમાસિક જીડીપી અને ઔદ્યોગિક ક્ષમતાના ઉપયોગના આંકડા પર નજર રાખશે.

ચીનની અર્થવ્યવસ્થા જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૩માં ૬.૩ની સામે વાર્ષિક ધોરણે ૪.૯ ટકા વૃદ્ધિ પામી હતી. અગાઉના ક્વાર્ટરમાં ટકા. ગયા વર્ષે નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ૨૦૨૩ માટે ચીનની અર્થવ્યવસ્થા ૫.૪ ટકાના દરે વૃદ્ધિ પામશે અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ૫.૨ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

તે સિવાય, યુએસ નોકરીઓના ડેટા, યુરોપના ડિસેમ્બરના ફુગાવાના આંકડા અને યુએસ અને ચીનમાં ડિસેમ્બર માટેના છૂટક વેચાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યારે સહભાગીઓ ઇસીબી પ્રમુખ લેગાર્ડના ભાષણમાંથી પણ સંકેતો મેળવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…