વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેવાથી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજી આગળ ધપી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૧ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૮ના બંધ સામે નરમાઈનાં અન્ડરટોને ૮૩.૫૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૬ અને ઉપરમાં ૮૩.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે ત્રણ પૈસાના ઘટાડા સાથે ખૂલતી ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો.