વેપાર

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાની નરમાઈ સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૨.૮૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૯ અને ઉપરમાં ૮૨.૮૨ની રેન્જમાં અથડાઈને સત્રના અંતે ત્રણ પૈસા ઘટીને ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા વધીને ૧૦૨.૪૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે વધુ ૦.૭૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૪.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૫૯૫.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button