વેપાર
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ત્રણ દિવસીય નીતિવિષયક બેઠકના અંતે સતત નવમી વખત વ્યાજદર અને વલણ જાળવી રાખ્યું હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૯૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો.