વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે બૅન્ચમાર્કમાં પીછેહઠ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૬૫૮.૭૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાત પૈસા વધીને ૮૩.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૯ અને ઉપરમાં ૮૩.૩૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસા વધીને ૮૩.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો.