ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતા ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક પૈસાના સાધારણ સુધારા સાથે ૮૩.૧૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦,૫૭૮.૧૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૪ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૧૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૮ અને ઉપરમાં ૮૩.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૧૩.૯૦ પૉઈન્ટનો અને ૧૦૯.૭૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ગઈકાલના બંધ સામે ૦.૫૬ ટકા વધીને બેરલદીઠ ૭૮.૩૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા ઘટીને ૧૦૩.૦૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button