વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદર યથાવત્ રાખ્યાના નિર્ણય સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૧૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૭ના મથાળે બંધ રહ્યો હતો.

અમેરિકી ફેડરલ રિઝવેર્ર્ ગઈકાલે વ્યાજદર યથાવત્ રાખતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને ૧૦૬.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ૧૦ વર્ષીય અમેરિકી બૉન્ડની યિલ્ડ પણ ઘટીને ૪.૭૦ ટકા આસપાસ રહેતાં રૂપિયામાં સુધારો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૯.૫૭ પૉઈન્ટનો અને ૧૪૪.૧૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪૩ ટકા વધીને બેરલદીઠ ૮૫.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૧૬.૯૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા