વેપાર

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક પૈસાના સુધારા સાથે ૮૩.૯૬ના મથાળે રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં કડાકા, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૬ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૯૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૯૬ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એકંદરે હાલ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ પ્રવર્તી રહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે ડૉલર સામે રૂપિયો ૮૩.૭૦થી ૮૪.૨૦ની રેન્જમાં અથડાતો રહે તેમ જણાય છે. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૦૧૭.૨૩ પૉઈન્ટનો અને ૨૯૨.૯૫ પૉઈન્ટનો ઘટાડો તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૮૮.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૫૮ ટકા વધીને બેરલદીઠ ૭૩.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં આજે ડૉલર ઈન્ડેક્સ ૦.૧૪ ટકા ઘટીને ૧૦૦.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker