વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૧ના બંધ સામે સુધારાના ટોને ૮૩.૨૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ખૂલતી જ ૮૩.૨૯ સપાટી અને ઉપરમાં ૮૩.૨૨ સુધી મજબૂત થયાં બાદ અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળી રહ્યો છે અને જો આજે મોડી સાંજે જાહેર થનારી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિ વિષયક બેઠકમાં જો નાણાનીતિમાં આક્રમક વલણ જાળવી રાખવાનો નિર્દેશ જોવા મળે તો રૂપિયો દબાણ રહે તેવી શક્યતા બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયો દબાણ હેઠળ રહે છે, પરંતુ ક્રૂડતેલના ઘટતા ભાવથી થોડાઘણાં અંશે રૂપિયાને ટેકો પણ મળી રહ્યો છે.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા વધીને ૧૦૪.૭૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૭૪.૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૨.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૬૭.૭૫ પૉઈન્ટનો અને ૬૮.૭૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ