વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જોવા મળેલો આંતરપ્રવાહ અને આજે બજારમાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો બે પૈસા વધીને ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં આજે એશિયન ચલણો સામે ડૉલર નબળો પડ્યો હોવાથી પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૪ના બંધ સામે સુધારાના ટોને ૮૩.૩૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૩ અને ઉપરમાં ૮૩.૨૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૩૨ના મથાળે બંધ રહ્યો હતો.ઉ