વેપાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનુ વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૫૬ના મથાળે બંધ રહ્યો હતો. તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૯ના બંધ સામે સુધારા સાથે ૮૩.૫૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૬ અને ઉપરમાં ૮૩.૫૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૫૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના મે મહિનાના ફુગાવાની થનારી જાહેરાત અને ત્યાર બાદ ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનાં સમાપન પશ્ર્ચાત્ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર ટ્રેડરોની નજર હોવાથી કામકાજો પાંખાં રહ્યાં હતાં. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૧૪૯.૯૮ પૉઈન્ટ અને ૫૮.૧૦ પૉઈન્ટના સુધારા સાથે નવી વિક્રમ સપાટીએ પહોંચવાની સાથે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ૧૦૫.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૧૧ ટકાની તેજી સાથે બેરલદીઠ ૮૨.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૧.૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker