વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સાવચેતીના અભિગમને કારણે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ વધી આવ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૩ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૯૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૩ અને ઉપરમાં ૮૩.૮૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૯ના મથાળે બંધ રહ્યો હતો.

એકંદરે આજે ટ્રેડરોની નજર મોડી સાંજના જેક્શન હૉલ ખાતેનાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તેમના વક્તવ્યમાં વ્યાજદરમાં કપાત અંગે કોઈ અણસાર આપે છે કે નહીં તેના પર નજર હોવાથી કામકાજો પાંખાં રહ્યા હતા. તેમ છતાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૩૭૧.૭૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૦ ટકા ઘટીને ૧૦૧.૪૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૩.૦૨ પૉઈન્ટનો અને ૧૧.૬૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ૧.૦૫ ટકા ઉછળીને બેરલદીઠ ૭૮.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો