વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે આરંભિક નરમાઈનું વલણ ખંખેરીને મજબૂત બાઉન્સબૅક જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત વિશ્ર્વ બજારમાં પણ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન છ પૈસાનો ઘટાડો જોવા મળ્યા બાદ અંતે છ પૈસાના સુધારા સાથે ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બજારમાં રિઝર્વ બૅન્કનાં સંભવિત હસ્તક્ષેપને કારણે પણ રૂપિયામાં ધોવાણ અટક્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૫૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૮૩.૪૬થી ૮૩.૫૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો નવ પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૨ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં ઈરાન પર કોઈ હુમલો થયો નથી અને તેની એરિ ડિફેન્સ સિસ્ટમમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલો વહેતા થવાને કારણે તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં મધ્યપૂર્વ દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૮ ટકા ઘટીને ૧૦૬.૦૬ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૩૧ ટકા ઘટીને બેરલદીઠ ૮૬.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૯૯.૩૪ પૉઈન્ટનો અને ૧૫૧.૧૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો.

જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૨૬૦.૩૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…