વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ૮૩.૩૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૪૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૦ની મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૫ અને ઉપરમાં ૮૩.૩૨ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે આઠ પૈસા વધીને ૮૩.૩૬ના મથાળે બંધ રહ્યો હતો. આજે મધ્યપૂર્વનાં દેશોનો રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવતા રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ જો તણાવ વધે તો પુન: રૂપિયો દબાણ હેઠળ આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આ સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૧૦થી ૮૩.૬૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૬૦.૨૯ અને ૧૮૯.૪૦નો ઉછાળો આવ્યો હતો. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૨૯.૩૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૬.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી