રાઈસબ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂરઃ ઉદ્યોગનો આવકાર | મુંબઈ સમાચાર
વેપાર

રાઈસબ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂરઃ ઉદ્યોગનો આવકાર

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે રાઈસબ્રાન ખોળની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ દૂર કરવાનો લીધેલો નિર્ણય આવકાર્ય છે અને તેનો લાભ ખાસ કરીને પૂર્વ ભારતની રાઈસ મિલિંગ અને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન ઈન્ડસ્ટ્રીઝને નિકાસની તક મળશે, એમ અગ્રણી ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું છે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાઈસબ્રાનની આડપેદાશોનાં સારા ભાવ ઊપજશે તેમ જ રાઈસબ્રાનના પ્રોસેસિંગમાં વધારો થવાથી રાઈસબ્રાન તેલનું ઉત્પાદન વધવાથી આયાતનો વિકલ્પ ઊભો થશે. નોંધનીય બાબત એ છે કે વિશ્વ બજારમાં ભારત વિશ્વસનીય પુરવઠાકાર તરીકેનું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: ભારે ચંચળતાને કારણે કોફીની નિકાસ મંદ પડે તેવી શક્યતા

એસોસિયેશનનાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બી વી મહેતાએ જણાવ્યું હતું કે આ પગલાંથી નિશ્ચિતપણે કૃષિ પ્રોસેસિંગમાં વધારો થશે અને આંતરરાષ્ટ્રીય પશુઆહાર બજારમાં ભારતની વિશ્વસનીય પુરવઠાકાર તરીકેની છબી વધુ મજબૂત થશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર પ્રતિબંધ પૂર્વે વર્ષે રૂ. 1000 કરોડનાં મૂલ્યના રાઈસબ્રાન ખોળની મુખ્યત્વે થાઈલેન્ડ, વિયેટનામમાં અને અન્ય એશિયન દેશોમાં થતી હતી. હવે અમે આ બજાર પુનઃ અંકે કરવા શક્ય તેટલા વધુ પ્રયાસો કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button