રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો, મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની સારી શરૂઆત | મુંબઈ સમાચાર
વેપાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો, મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની સારી શરૂઆત

મુંબઈ : દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો નોંધાયો છે. જેમાં વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂન 2025 માં રૂપિયા 26,994 કરોડનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો હતો. જે ગત વર્ષમાં આ સમયગાળા દરમિયાન એપ્રિલ-જૂન 2025 માં રૂ. 26,994 કરોડ રૂપિયા હતો. જે ગત વર્ષની સરખામણીમાં 78 ટકાનો વધારો દર્શાવે છે.

ગત વર્ષ કરતા આવકમાં વધારો

આ અંગે કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સતત નફામાં વધારો થઈ રહ્યો છે. જેમાં 31 માર્ચે પૂરા થયેલા છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા 19,407 કરોડની આવક કરતાં 39 ટકા વધુ હતો. જયારે વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક 5.26 ટકા વધીને રૂપિયા 2.48 લાખ કરોડ થઈ હતી. જે લિસ્ટેડ રોકાણોના વેચાણમાંથી મળેલો ફાયદો છે.

જીઓના વધતા કસ્ટમર બેઝનો પણ મોટો ફાળો

મુકેશ અંબાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની કંપની કન્ઝ્યુમર પ્રોડક્ટ અને ટેલીકોમ સહિતના ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ કરી રહી છે. તેમજ આ વધારાના જીઓના વધતા કસ્ટમર બેઝનો પણ મોટો ફાળો છે. જેમાં સ્ટોર નેટવર્ક વિસ્તરણથી છુટક વેપારે પણ સ્થિર પ્રદર્શન કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની શરુઆત મજબૂત

આ ઉપરાંત રિલાયન્સ મુખ્ય પેટ્રોકેમિકલ્સ વ્યવસાયના ઘટાડાએ પણ નફામાં સીધી અસર કરી છે. જેમાં ક્રુડ ઓઈલના ઘટતા ભાવ અને વોલ્યુમમાં ઘટાડાના કારણે રીફાઈનરી વ્યવસાયમાં વાર્ષિક 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે,
આ દરમિયાન જીયો -બીપીના જોડાણના કારણે ફ્યુઅલ બિઝનેસ સેગ્મેન્ટમાં ટેકો મળ્યો હતો. જયારે રિલાયન્સ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે વર્ષની શરૂઆત મજબૂત ઓપરેશનલ અને નાણાકીય કામગીરી સાથે કરી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button