વેપાર અને વાણિજ્ય

ખાંડમાં ₹ ૮થી ૧૦નો ઘટાડો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સતત બીજા સત્રમાં સ્થાનિક તથા દેશાવરોની ખપપૂરતી માગ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૧૦થી ૩૬૬૦માં થયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો ઘટાડો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિકમાં મથકો પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૭૪૬થી ૩૮૨૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠના ઘટાડા સાથે રૂ. ૩૮૨૨થી ૩૯૪૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…