વેપાર અને વાણિજ્ય

મિડિયમ ગ્રેડની ખાંડમાં ₹ આઠનો ઘટાડો

નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે હાજરમાં ખાસ કરીને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો. જ્યારે મથકો પાછળ સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે સપ્તાહના અંતે સ્થાનિકમાં અંદાજે ૨૭થી ૨૮ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૩૨થી ૩૮૦૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠના સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડા સાથે રૂ. ૩૮૦૨થી ૩૯૨૨માં થયા હતા. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગ્રેડની ખાંડમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી રહેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૬૬૫થી ૩૭૧૫માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૭૫થી ૩૮૨૫માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?