વેપાર
ખાંડમાં ₹ ૧૦થી ૧૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦ આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં ખપપૂરતી માગ તેમ જ અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી ભાવમં ક્વિન્ટલે રૂ. ૧૦થી ૧૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ ટકેલા રહ્યા હતા.