રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો, મેટલ અને પાવર શેરોમાં ધોવાણ, સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા
મુંબઇ: બજાર સાંકડી વધઘટે અથડાઇ ગયું હતું અને આ સત્રમાં રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ અને પાવર શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા હતા. સેન્સેક્સની ૫ાંચ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૩૧૦.૨૩ લાખ કરોડ રહ્યું હતું. હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય શેરઆંક ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને પાવર પ્રત્યેક ૦.૫-૧.૫ ટકાના ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયો હતો. સેન્સેક્સ બુધવારે ગઈ કાલના ૬૩,૮૭૪.૯૩ના બંધથી ૨૮૩.૬૦ પોઈન્ટ્સ (૦.૪૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૬૩,૮૨૯.૮૭ ખૂલી, ઉપરમાં ૬૩,૮૯૬.૦૫ સુધી, નીચામાં ૬૩,૫૫૦.૪૬ સુધી જઈ અંતે ૬૩,૫૯૧.૩૩ પર બંધ રહ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૬ ટકા ઘટ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૦.૬૨ ટકા વધ્યો હતો.
સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૮ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૫ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૩૫ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૪૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૪૯ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ૦.૨૯ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૩૫ ટકા અને રિયલ્ટી કેપિટલ ગુડ્સ ૦.૫૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૧ ટકા, મેટલ ૧.૪૫ ટકા, પાવર ૧.૧૯ ટકા, ટેક ૦.૬૩ ટકા અને સર્વિસીસ ૧.૧૫ ટકા ઘટ્યા હતા.