ટોપ ન્યૂઝનેશનલવેપાર

RBI REPO Rate: રેપો રેટ અંગે મહત્વની જાહેરાત, જાણો તમારી લોન મોઘી થશે કે નહીં?

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ(by-monthly Monetary Policy)ની જાહેરાત કરી છે. રેપો રેટ બાબતે RBI ફરી યથાસ્થિતિ જાળવી રાખી છે, RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો 4:2 બહુમતીથી નિર્ણય લીધો હતો. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25%, અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક રેટ 6.75% રહેશે.”

Read More: રિઝર્વ બેન્કે સતત આઠમી વખત વ્યાજદર યથાવત રાખ્યા

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઈંધણના ભાવમાં વધારો ચાલુ હોવાથી ખાદ્યપદાર્થોનો ફુગાવો ઊંચો છે. શક્તિકાંત દાસે કહ્યું, વિશ્વમાં કટોકટીની ચાલુ છે, પરંતુ ભારતમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. પરંતુ આપણે નવા પડકારો સામે જાગ્રત રહેવાની જરૂર છે.

RBIએ સતત આઠમી વખત કી પોલિસી રેટ યથવાત જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કર્યો હતો.

જે લોકોને વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા હતી તેઓ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની (Shaktikanta Das Governor of the Reserve Bank of India) જાહેરાતથી નિરાશ થયા છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે લોકોના EMI માં કોઈ ફેરફાર થશે નહીં. RBIએ FY2024-25 GDP ગ્રોથ રેટ વધવાની આગાહી વધારતાં સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો છે.

Read More: મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે 9 જૂને

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ ગત MPCમાં હતો એ જાળવી રાખવામાં આવ્યો છે. RBI FY2024-25 માટે CPI ફુગાવોનો અંદાજ 4.5% જાળવી રાખ્યો છે અને CPI ફુગાવો Q1માં 4.9%, Q2માં 3.8%, Q3માં 4.6%, Q4માં4.5% રહેવાની ધારણા છે.

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે IMDએ દક્ષિણપશ્ચિમ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે, સારા વરસાદથી ખરીફ ઉત્પાદનમાં વધારો થવાની ધારણા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button