પાંખાં કામકાજે વિશ્વ બજારથી વિપરીત આરબીડી પામોલિનમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 40 રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિકમાં આજે ઈદ એ મિલાદની જાહેર રજાને કારણે બૅન્કો બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી વિશ્વ બજારથી વિપરીત આરબીડી પામોલિનમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય દેશી તેલમાં પણ નિરસ માગે સિંગતેલ અને સરસવમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા.1થી 5 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑગસ્ટ મહિનાના સમાનગાળાની તુલનામાં 29.52 ટકા વધીને 2,90,085 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.
આપણ વાંચો: આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં આગેકૂચ પણ…
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલનાં આરબીડી પામોલિનના રૂ. 1265 અને સન રિફાઈન્ડના રૂ. 1410, ગોદરેજ એગ્રોવેટના આરબીડી પામોલિનના રૂ. 1240, કારગિતના આરબીડી પામોલિનના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1270 અને નવેમ્બર ડિલિવરી શરતે રૂ. 1280, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1280, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1261 અને સોયા રિફાઈન્ડના રૂ. 1248, રિલાયન્સ રિટેલના સોયા રિફાઈન્ડના રૂ. 1251 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1249 અને સોયા રિફાઈન્ડના રૂ. 1239 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે સ્થાનિકમાં હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1275, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1380, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1605ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2150માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1345માં થયાના અહેવાલ હતા. હતું.