વેપાર

મલયેશિયા પાછળ આરબીડી પામોલિનમાં ₹ ૨૫નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૩૫ અને ૧૨૯ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૩ રિંગિટનો સુધારો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં દેશી-આયાતી તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. ૨૫, સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડમાં રૂ. ૧૦ અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. પાંચ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં ગોલ્ડન એગ્રીના જેએનપીટી બંદરથી રૂ. ૧૩૭૫ અને મેંગ્લોર તથા કંડલાથી રૂ. ૧૩૭૦ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના રૂ. ૧૩૬૦ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સેલરિસેલ તથા ડાયરેક્ટ ડિલિવરી શરતે છૂટાછવાયા વેપારો ગઠવાયા હતા. વધુમાં આજે ઈન્ડોનેશિયાના એનર્જી મંત્રાલયે બાયો ડીઝલ માટે વર્ષ ૨૦૨૮ સુધીમાં બી૫૦ ધોરણો અપનાવવાનો સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યાના અહેવાલ હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૭૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૫૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૩૦, સિંગતેલના રૂ. ૧૫૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૪૦ અને સરસવના રૂ. ૧૩૯૦ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button