ખાંડમાં ગુણવત્તાલક્ષી નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતા વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૮૦થી ૩૭૮૫માં ટકેલા ધોરણે થયા હતા