વેપાર અને વાણિજ્ય

ટીન અને નિકલમાં નફારૂપી વેચવાલીએ ઘટાડો, અન્ય ધાતુમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં વિવિધ ધાતુઓના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું, જ્યારે ટીન અને નિકલમાં એકતરફી તેજી બાદ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯ અને રૂ. ૩૫નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં એકતરફી તેજીનું વલણ રહ્યા બાદ આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯ ઘટીને રૂ. ૩૧૧૦ અને રૂ. ૩૫ ઘટીને રૂ. ૧૫૨૫ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે અન્ય તમામ ધાતુઓમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૪ વધીને રૂ. ૮૫૧, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૮૦૬, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૭૯૪, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. ૭૭૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૧૭ અને રૂ. ૫૫૦, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૪૯, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૫૧૫ અને રૂ. ૨૩૩ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૯૩ના મથાળે
રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…