શૅરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર
મુંબઇ: શેરબજારની તેજી સાથે ઢગલોબંધ કંપનીઓની પ્રાઇસ બેન્ડમાં ફેરફાર થઇ રહ્યાં છે, જેની જાણકારી રોકાણકારો માટે જરૂરી છે. બીએસઇ, એકસ્ચેજન્જ દ્વારા સોમવારે, ૧૫ જુલાઈ, ૨૦૨૪થી કલ ૫૮ કંપનીઓના પ્રાઈસ બેન્ડ્સમાં ફેરફાર કરવામાં આવશે, તેમાંની આઠ કંપનીઓ આ પ્રમાણે છે.
આ આઠ કંપનીઓમાં ઓરિયેન્ટલ કાર્બન એન઼્ કેમિકલ્સ લિ., અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ, આર એન્ડ બી ડેનિમ્સ લિ., વાસવાણી ઇન્ડસ્ટ્રીઝ લિ., માલુ પેપર મિલ્સ લિ., ચોકસી લેબોરેટરીઝ લિ., ધનલક્ષ્મી રોટો સ્પિનર્સ લિ. અને કીનોટ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.ને ૨૦ ટકાનું પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડશે.
આ ઉપરાંત વધુ નવ નવ કંપનીઓને એનએચસી ફૂડ્સ લિ., ઇન્ડક્ટો સ્ટીલ લિ., એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર લિમિટેડ, નોર્ધન સ્પિરિટ્સ લિમિટેડ, આઇનોક્સ વિન્ડ એનર્જી લિમિટેડ, ઓક્ટાવીયસ પ્લાન્ટેશન્સ લિમિટેડ, સતચ્મો હોલ્ડિંગ્સ લિમિટેડ, સાયબર મીડિયા (ઇન્ડિયા) લિ., ઈન્ડ-સ્વિફ્ટ લિ.ને દસ ટકાનું પ્રાસ બેન્ડ લાગુ પડશે.
અન્ય ૩૫ કંપનીઓને પાંચ ટકાનું પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડશે જાયરે, છ કંપનીઓને બે ટકાનું પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડશે. આ એક નિયમિત ક્રમ છે. આ અગાઉ ૧૧ જુલાઈ, ૨૦૨૪થી અમલી બને એ રીતે ૩૧ કંપનીના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં દિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ લિ.ને ૨૦ ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ કરવામાં આવ્યું છે.