વેપાર અને વાણિજ્ય

બાસમતી ચોખાના લઘુતમ નિકાસ ભાવ તર્કસંગત કરવા રાજ્યસભાના સભ્યની રજૂઆત

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય વિક્રમજીત સિંઘ સહાનીએ તાજેતરમાં કેન્દ્ર સરકારને બાસમતી ચોખાના ટનદીઠ ૧૨૦૦ ડૉલરનાં લઘુતમ નિકાસભાવને તર્કસંગત કરવા અનુરોધ કર્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગયા મહિનને સરકારે ટનદીઠ ૧૨૦૦ ડૉલરની નીચાના ભાવે નિકાસ માટે મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો હતો.

આમ આદમી પાર્ટીનાં આ સંસદસભ્યએ જણાવ્યું હતું કે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં પ્રધાન પીયૂષ ગોયલને અનુરોધ કરવા તેઓ પંજાબના સંસદ સભ્યોનાં પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મને પંજાબ પાઈસ મિલર્સ ઍન્ડ એક્સપોર્ટર્સ એસોસિયેશન તરફથી આ સંદર્ભની અરજી મળી છે.
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતમાં બાસમતી ચોખાનું કુલ ઉત્પાદન ૬૦ લાખ ટન અને નોન બાસમતી ચોખાનું ઉત્પાદન ૧૩.૫૫૪ કરોડ ટન રહ્યું હતું. બીજી તરફ નોન બાસમતી પાર બોઈલ્ડ (ઉકડા) ચોખાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી એટલે ૨૦ ટકા ડ્યૂટી સાથે ટનદીઠ ૩૦૦ ડૉલરના ભાવે નિકાસ થઈ શકે છે, જ્યારે ૧૫૦૯ બાસમતી પાર બોઈલ્ડ ચોખા જેવી ઊંચા ભાવની વેરાઈટીનાં ચોખાની નિકાસને મંજૂરી નથી.

જો ઓછા ભાવના ચોખાની ભારતથી નિકાસ થઈ શકે અને ઊંચા ભાવના ચોખાની નિકાસ નિયંત્રિત કરવામાં આવે છે તો ભાવ નિયંત્રણમાં રાખવાનો એજન્ડા બર નહીં આવે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સરકાર બાસમતી ચોખાની જાહેર વિતરણ યંત્રણા માટે પ્રાપ્તિ નથી કરતી તેમ જ તેના ભાવ પણ ઊંચા હોવાથી દેશની બેથી ત્રણ ટકા વસતી જ તેનો વપરાશ કરી રહી છે આથી તેની ફુગાવા પર પણ ખાસ અસર નથી પડતી.

આમ સરકારના આ નિર્ણયની માઠી અસર બાસમતી ચોખાના ખેડૂતો પર પડી રહી છે. દેશમાં બાસમતી ચોખાની અંદાજે ૪૦ વેરાઈટીઓ છે જેના ભાવ ટનદીઠ ૮૫૦થી ૧૬૦૦ ડૉલરની રેન્જમાં છે. તેમ જ તેની કુલ નિકાસમાં હલકી વેરાઈટીઓનો હિસ્સો લગભગ ૭૦ ટકા જેટલો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…