કિંમતી ધાતુના ભાવમાં વધારો; સોનું 500, ચાંદી 1,900 વધી

મુંબઇઃ ભારતમાં આભૂષણો, રોકાણ સહિત વિવિધ પ્રસંગોએ સોનાની ખરીદી કરવામાં આવે છે. લોકો હાલના સમયમાં સોનામાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. નાણાકીય અનિશ્ચિતતા અને શેરબજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત અનુભવે છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની મોસમ પણ ચાલી રહી છે, તેથી સોનામાં ધૂમ ખરીદી નીકળી છે.
Also read: સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ, 25 ટન સોનું, 250 ટન ચાંદીનું થયું વેચાણ…
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિકાસની અસર ભારતના વિવિધ સ્થાનિક બજારોમાં જોવા મળે છે. સોમવારે બંને કીમતી ધાતુઓમાં છઠ્ઠી વખત વધારો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં એકસરખો વધારો થઇ રહ્યો છે, જેને કારણે લોકોએ ખરીદવા દોટ મૂકી હતી. સોમવારે મુંબઇમાં સોનું અને ચાંદીના દરમાં વધારો થયો હતો. 10 ગ્રામ સોનામાં રૂ.500 અને 1 કિ.ગ્રા ચાંદીના ભાવમાં રૂ.1,900નો વધારો થયો છે.
મુંબઇમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂ.71,150 અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 75,710 રૂપિયા બોલાયો છે. એવી જ રીતે ચાંદીનો ભાવ 92,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના બોલાયા હતા. સોના અને ચાંદીની કિંમત પર 3 ટકા GST અલગથી વસૂલવામાં આવે છે.