વેપાર

પેટીએમના શેરમાં કેમ આવ્યો ઉછાળો? કોણ દોરી ગયું ઉપલી સર્કિટમાં

નિલેશ વાઘેલા

મુંબઇ: પેટીએમનો શેર બજારમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ચાર બેન્કોના સહયોગ સાતે પેટીએમ તેના યુપીઆઇ ટ્રાન્ઝાકશનનું કામ ચાલુ રાખી શકશે, એવા અહેવાલો પછી લેવાલી વધતા પેટીએમ બ્રાન્ડની માલિક કંપની વન ૯૭ કમ્યુનિકેશનનો શેર પાંચ ટકાના ઉછાળા સાથે અપર સર્કિટમાં અથડાયો હતો.


બીએસઇ પર આ કંપનીનો શેર પાંચ ટકાની ઉપલી સર્કિટ સુધી ઉચળીને રૂ. ૩૭૦.૯૦ બોલાયો હતો અને એનએસઇ પર પણ રૂ. ૩૭૦.૭૦ સુધી ઉછળીને પાંચ ટકાના ઉછાળા સાથે ઉપલી સર્કિટમાં અથડાયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન તે તબક્કે રૂ. ૨૩,૫૬૭.૫૦ કરોડ રહ્યું હતું.


પેટીએમના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર તરીકે ચાર બેંક કામ કરશે, જેમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, યસ બેંકનો સમાવલેશ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીએ)એ પેટીએમની માલિકીવાળી વન૯૭ કમ્યુનિકેશન્સ લિમિટેડને મલ્ટીબેંક મોડલ હેઠળ યૂપીઆઈ સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડરના રૂપમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે.


એનપીસીઅનો આ નિર્ણય રિઝર્વ બેંકની તે ડેડલાઈનના એક દિવસ પહેલા આવ્યો છે, જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના ગ્રાહકો અને વેપારીઓને ૧૫ માર્ચ સુધી પોતાના એકાઉન્ટ અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવા માટે કહેવાયું હતું. નોંધવું રહ્યું કે, ૧૭ ફેબ્રુઆરીએ પેટીએમએ પણ પોતાના નોડલ એકાઉન્ટ્સને એક્સિસ બેંકની સાથે ટ્રાન્સફર કરી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button