વેપાર અને વાણિજ્ય

રેટ કટના આશાવાદે સોનામાં રૂ. ૬૬નો અને ચાંદીમાં રૂ. ૭૩નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણય પર વધુ અસર થશે તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૩નો ધીમો સુધારો આગળ ધપ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વધુ ભાવઘટાડાની શક્યતાને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩ના સાધારણ સુધારા સાથે રૂ. ૮૦,૩૩૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯,૪૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૯,૭૨૯ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી ખરીદીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી.

આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

આગામી બુધવારે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૪૩૫.૩૩ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૨૪૭૪.૨૦ ડૉલરના મથાળે ટકેલાં રહ્યાં હતાં, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આગામી બુધાવારે જાહેર થનારા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં માસાનુમાસ ધોરણે ૦.૨ ટકાનો વધારો થવાની શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ૫૪ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.

વધુમાં ફેડ ગવર્નર મિશેલ બૉમૅને તેનું કડક નાણાનીતિનું વલણ બદલાવીને હળવું કરતાં ગત શનિવારે જણાવ્યું હતું કે શાંત પડી રહેલા ફુગાવાને અમે આવકારીએ છીએ તેમ જ બે ટકાના લક્ષ્યાંકની ઉપર હોવા છતાં સંતોષજનક સપાટીએ હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, અન્ય એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ચંચળતના વલણ વચ્ચે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૪૮૦થી ૨૫૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ