એનટીપીસીએ સરકારને નાણાકીય વર્ષ 2025નાં અંતિમ ડિવિડન્ડ પેટેની ચુકવણી કરી | મુંબઈ સમાચાર
વેપાર

એનટીપીસીએ સરકારને નાણાકીય વર્ષ 2025નાં અંતિમ ડિવિડન્ડ પેટેની ચુકવણી કરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની એનટીપીસીએ તેનાં એડમિનિસ્ટ્રેટીવ મિનિસ્ટ્રી ઑફ પાવરને ગત નાણાકીય વર્ષ 2024-25નાં અંતિમિ ડિવિડન્ડ પેટે રૂ. 3248 કરોડની ચુકવણી કરી છે.

એનટીપીસીનાં સીએમડી ગુરદીસિસિંઘ તેમ જ બોર્ડ ઑફ ડિરેક્ટરોએ પાવર ખાતાના પ્રધાન મનોહર લાલને પાવર સચિવ પંકજ અગરવાલની ઉપસ્થિતિમાં અંતિમિ ડિવિડન્ડની એડવાઈસ આપી હોવાનું કંપનીએ ગઈકાલ તા. 25 સપ્ટેમ્બરનાં રોજ એક યાદીમાં જણાવ્યું હતું.

અગાઉ પહેલા વચગાળાના ડિવિડન્ડ પેટે રૂ. 2424 કરોડની અને દ્વિતીય ડિવિડન્ડ પેટેનાં રૂ. 2424 કરોડની ચુકવણી અનુક્રમે નવેમ્બર, 2024માં અને ફેબ્રુઆરી, 2025માં કરવામાં આવી હતી. આ સાથે જ ગત નાણાકીય વર્ષ માટે પ્રત્યેક રૂ. 10ની એક એવી મૂળ કિંમતના શૅર પર શૅરદીઠ રૂ. 8.35ના દરે કુલ રૂ. 8096 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
નોંધનીય બાબત એ છે કે આ સાથે જ સતત 32માં વર્ષમાં એનટીપીસીએ ડિવિડન્ડની ચુકવણી કરી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button