વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું તૈયાર કરોઃ નીતિ આયોગ…

નવી દિલ્હીઃ વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું પ્રસ્થાપિત કરવા માટે તાજેતરમાં નીતિ આયોગે અનુરોધ કર્યો છે, જેમાં મુખ્યત્વે સ્વૈચ્છિક પાલન, પારદર્શિતા અને ન્યાયીતાનો સમાવેશ થાય છે.
આયોગે તૈયાર કરેલા વર્કિંગ પેપર `ટુવર્ડસ ઈન્ડિયાસ ટૅક્સ ટ્રાન્સફોર્મેશનઃ ડિસ્ક્રિમિનેશન ઍન્ડ ટ્રસ્ટ બેઝ્ડ ગવર્નન્સ’માં જણાવ્યું છે કે ભારતનું વેરા માળખું વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંકને અનુરૂપ અને વૃદ્ધિનાં સિદ્ધાંત અને વિશ્વસનીયતાના સમાવેશ સાથેનું હોવું જોઈએ.
વધુમાં તેમાં ઉમેર્યું હતું કે વ્યવસાય કરવામાં અને જીવનની સરળતા વધારવા માટે આધુનિક અને નાગરિકને કેન્દ્રિત વેરા પ્રણાલી તરફ એક આદર્શ પરિવર્તન મહત્ત્વપૂર્ણ છે. આયોગના મતે પારદર્શક કરવેરા-પ્રામાણિકનું સન્માન અને વિશ્વાસ અધિનિયમન (2023) જેવાં પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેનો મુખ્ય હેતુ પાલનના બોજને ઘટાડવાનો હોવો જોઈએ.
કાયદામાં ફોજદારી જોગવાઈઓની કાયદેસરતા અને આવશ્યકતાનું મૂલ્યાંકન કરવા પાયાના સિદ્ધાંતો આધારિત હોવું જોઈએ, એમ જણાવતા આયોગે નિર્દેશ કર્યો હતો કે ગુનાઓ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયીત હોવા જોઈએ અને તેની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ.
વધુમાં પેપરમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે સજા વાસ્તવિક માત્રાત્મક નુકસાન પહોંચાડતા કૃત્યો માટે અનામત હોવી જોઈએ તેમ જ સજાની ગંભીરતા ગુનાની ગંભીરતા સાથે પણ મેળ ખાતી હોવી જોઈએ, નાનાં ઉલ્લંઘનો માટે મોટી સજા ટાળવી જોઈએ.
હાલમાં આવક વેરા ધારા, 2025માં 35 અલગ અલગ કાર્યો અને ચૂંક અથવા તો ક્ષતિઓને ગુનાહિત બનાવે છે.
આ પણ વાંચો…નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ મૂક્યો વિકસિત ભારત મિશન પર ભાર, કર્યા આ સૂચનો