વેપાર અને વાણિજ્ય

રાતા સમુદ્રના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: નિષ્ણાતોની આગાહીને ખોડી પાડીને શેરબજાર સતત આગળ વધતું રહ્યું છે અને એ જ સાથે નિષ્ણાતોની ચેતવણીઓ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા વેલ્યુએશન્સ છતાં ફાટફાટ તેજી ચાલી રહી છે. આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણો જોતાં હાલ તો તેજીને બ્રેક મળે એવા કોઇ ટ્રીગર દેખાતાં નથી. એક વાક્યમાં કહીએ તો રાતા સમુદ્દના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ છે. બેન્ચમાર્ક ૨૨,૦૦૦ની સપાટી સરળતાથી અ સપાટી વટાવી જાય એવી શક્યતા છે. એકધારી તેજી અને ઊંચા વેલ્યુએશન્સ જોતા બજારને જો એકપણ ટ્રીગર મળી જશે તો ઝડપી અને તીવ્ર કડાકો સંભવ છે. એમાં પણ પાછું મિડકેપ અને સ્મોલ કેપમાં વધુ ઝડપી અને વધુ તીવ્ર કડાકા જોવા મળે એવી સંભાવના છે. ટેક્નિકલ નિષ્ણાત અનુસાર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૧,૮૦૦થી ૨૧,૯૦૦ છે અને જો નિફ્ટી ૨૧,૮૦૦ની ઉપર ટકી રહેશે તો ૨૨,૦૦૦ અને ૨૨,૨૦૦ સુધી આગલ વધી શકે. ફંડોમેન્ટલસ્ જોઇએ તો, ક્રૂડ ઓઇલના ભાવમાં સપ્તાહ દરમિયાન વધારો થયો છે, જ્યારે સ્તાનિક ધોરણે એફઆઇઆઇ નેટ સેલર્સ અને ડીઆઇઆઇ નેટ બાયર્સ બન્યાં છે. એફઆઇઆઇએ ઉપરોક્ત સપ્તાહમાં રૂ. ૩૨૯૩.૨૩ કરોડની લેવાલી નોંધાવી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૭૨૯૬.૫૦ કરોડની વેચવાલી નોંધાવી છે. ૧૨મી જાન્યુઆરીએ જાહેર થનારા સીપીઆઇ ઇન્ફ્લેશન ડેટા પર પણ બજારની નજર રહેશે.

મૂડીબજારમાં હલચલ ચાલુ રહેશે. મેઇનબોર્ડમાં મંગળવારે જ્યેતિ સિએનસીનું ભરણુ ખૂલશે, જ્યારે એસએમઇ સેગમેન્ટમાં સોમવારે કૌશલ્યા લોજિસ્ટિકનું લિસ્ટિંગ અને અન્ય ત્રણ એસએમઇ આઇપીઓ બજારમાં પ્રવેશ કરશે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં બજારો ફલેટ બંધ થયા પછી, નવા ટ્રેડિંગ સપ્તાાહમાં મૂડ નક્કી કરવા માટે કોર્પોરેટ ક્ષેત્રની ત્રીજા ક્વાર્ટરની અર્નિંગ સિઝનની શરૂઆત, ફુગાવાના આંકડા અને શેરલક્ષી ટ્રિગર્સ સહિતના મહત્ત્વના પરિબળોની ભૂમિકા મહત્ત્વની રહેશેે. અલબત્ત રોકાણકારોની નજર ૨૧,૮૩૪ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ નિફ્ટીની ૨૨,૦૦૦ની સપાટી તરફની સફર પર રહેશે. ૫ાંચમી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં નિફ્ટી ૦.૧ ટકા ઘટીને ૨૧,૭૧૦ પોઇન્ટની સપાટી પર જ્યારે સેન્સેક્સ ૦.૩ ટકા ઘટીને ૭૨,૦૨૬ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. સેક્ટરની અંદર, નિફ્ટી રિયલ્ટી (૭.૮ ટકા ઉપર) અને નિફ્ટી મીડિયા (૩.૩ ટકા ઉપર) ટોચના ગેઇનર્સ હતા જ્યારે આઇટી (૧.૯ ટકા નીચે) અને મેટલ (૧.૩ ટકા નીચે) ટોપ લુઝર હતા. બ્રોડર માર્કેટે સતત બીજા સપ્તાહમાં તેનું આઉટપરફોર્મન્સ જાળવી રાખ્યું હતું. નિફ્ટી મિડકેપ ૧૦૦ ૨.૫ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૧.૯ ટકા વધ્યો છે. જોકે, બજાર વિશ્ર્લેષકો માને છે કે રોકાણકારોએ કોર્પોરેટ પરિણામની મોસમ અને રાતા સમુદ્રમાં સતત વર્તાઇ રહેલી અનિશ્ર્ચિતતા પર નજર રાખીને સાવચેતપૂર્ણ વલણ અપનાવવું જોઈએ. રેડ સીમાં હૌથીસ આતંકવાદીઓ ચાંચિયાની માફક વ્યાપારી જહાજો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હોવથી વૈશ્ર્વિક જાયન્ટ શિપિંગ કંપનીઓએ એ રૂટ ડાઇવર્ઝન ચાલુ રાખ્યું હોવાથી વૈશ્ર્વિક વેપારમાં વિક્ષેપ ચાલુ રહેશે.

સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૬૯.૩૨ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં મીડ કેપ ઈન્ડેક્સ ૨.૩૫ ટકા, સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨.૬૮ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૬ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૦ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૦.૮૨ ટકા વધ્યા હતા. આઈપીઓ ૨.૬૩ ટકા અને એસએમઈ આઈપીઓ ૫.૮૭ ટકા વધ્યા હતા. કાર્બોનેક્સ ૦.૨૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૦.૫૫ ટકા વધ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૧૯ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૯ ટકા, એફએમસીજી ૧.૩૨ ટકા, હેલ્થકેર ૩.૨૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૯૬ ટકા, પાવર ૩.૪૦ ટકા, પીએસયુ ૨.૪૧ ટકા અને રિયલ્ટી ૭.૯૧ ટકા વધ્યા હતા, જ્યારે ટેક ૦.૭૭ ટકા, આઈટી ૧.૪૩ ટકા, મેટલ ૧.૮૮ ટકા, બેન્કેક્સ ૦.૨૦ ટકા અને ઓટો ૧.૧૮ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં બજાજ ફાઈનાન્સ ૪.૯૮ ટકા, સન ફાર્મા ૩.૦૭ ટકા, એક્સિસ બેન્ક ૩.૦૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૭૧ ટકા અને આઈટીસી ૨.૪૪ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ ૬.૧૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫.૧૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૮૮ ટકા અને ટાટા સ્ટીલ ૪.૩૮ ટકા ગબડ્યો હતો. સપ્તાહ દરમિયાન એ ગ્રુપની ૭૧૪ કંપનીઓમાં ૪૯૦ સ્ક્રિપ્સના ભાવ વધ્યા અને ૨૨૪ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૦૬૯ સ્ક્રિપ્સમાંથી ૫૮૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૭૮ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને સાત સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. જ્યારે કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ. ૩૩,૮૧૭.૫૫ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ.૮,૪૧૬.૪૬ કરોડનું ટર્નઓવર શુક્રવાર, ૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…