વેપાર

નિકલમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૧ની પીછેહઠ, અન્યમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. જોકે આજે કોપર વાયરબાર અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. છ અને રૂ. પાંચનો સુધારો આવ્યો હતો અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ.એકથી બેનો સુધારો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન અને કપર વાયરબારમાં સતત ત્રીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૫૬૦ અને રૂ. છ વધીને રૂ. ૮૦૫ના મથાળે રહ્યા હતા, જ્યારે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે આજે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૦૦ અને કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે અનુક્રમે રૂ. ૭૫૪ અને રૂ. ૭૪૧ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે નિકલમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૧૫૩૨ના મથાળે અને નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૬૯૩ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ.એક ઘટીને રૂ. ૭૪૧ના મથાળે રહ્યા હતા.

આ સિવાય કોપર અને બ્રાસની અન્ય વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button