વેપાર

સ્વપ્નાં અવશ્ય જુઓ

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આજના સમયમાં મોલમાં ગ્રાહકો ખરીદી કરીને થોડા સમયમાં જ પેમેન્ટ કરીને બહાર નીકળી જાય છે તેમાં કોઇ નથી જરૂર પડતી કેશિયરની કે પેકિંગની. લંડન, અમેરિકાના લગભગ તમામ મોટાં શહેરોમાં, સીડની, મેલબોર્ન જેવા અનેક મોટાં શહેરોમાં ગ્રાહકોની પેમેન્ટ સુવિધા અને સમયનાં બચાવ માટે સેલ્ફ પેમેન્ટ મશીનો રાખવામાં આવેલાં છે. જેમાં ગ્રાહક જાતે જ તેની ખરીદેલી ચીજો મશીન ઉપર મૂકે છે. મશીન આ દરેક ચીજ વસ્તુ પર લગાડેલા બારકોડ વાંચીને તેની કિંમત બિલમાં ઉમેર્યા કરે છે અને આખરે કુલ રકમ ગ્રાહક ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચૂકવીને આ સ્ટોરમાંથી બહાર નીકળી જાય છે. ટોટલી કેશલેસ ડિજિટલ ટ્રાન્ઝેકશન!

અરે જે ગ્રાહકો પેમેન્ટ કાઉન્ટર્સ પર કેશિયર પાસે ચેક આઉટ કરે છે તેમાં પણ બારકોડના સહારે કેશિયર પણ એકદમ ઓછા સમયમાં બિલ બનાવીને પેમેન્ટ કેશ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કલેકટ કરીને ગ્રાહકને બહુ ઓછા સમયમાં ફ્રી કરી દે છે. કારણકે બિલ બનાવવાની બિલના ટોટલ કરવાની ઝંઝટ નથી અને આ બધુ શકય થયું છે બારકોડના કારણે.

બારકોડના આવિસ્કાર : અમેરિકામાં એલન હેબરમેન નામની એક વ્યક્તિ ૭૦ના દશકામાં મોલમાં, મેકડોનાલ્ડમાં મેડિકલ સ્ટોર્સમાં પેમેન્ટ કાઉન્ટર્સ પર લાગતી પેમેન્ટની મોટી લાઇનોમાં ઊભા રહીને સમયની બરબાદીથી કંટાળી ગયા હતા.

મોલના વેપારીઓ પણ પેમેન્ટ કાઉન્ટર્સ ઉપર થતી ભીડથી ત્રાસી ગયા હતા કારણકે તેનાથી કંટાળીને લોકો મોલમાં ખરીદી કરવાનું ટાળતા હતા અને ધંધાને નુકસાન થતું હતું
એલન હેબરમેનએ આ સમસ્યાના ઉકેલ માટે એવી શોધ કરવાનું નક્કી કર્યું કે દરેક વસ્તુ ઉપર એક પ્રકારનું લેબલ લગાવવામાં આવે જે મશીન વાંચીને પ્રોડક્ટને પાસ કરીને તેની રકમ બિલમાં ઉમેરતું જાય અને ફાઇનલ ટોટલ ગ્રાહકને આપે.

૨૬ જૂન ૧૯૭૪ના સવારના ૮.૦૧ મિનિટે અમેરિકાના ઓહાયો રાજ્યના ટ્રોય શહેરમાં જયારે એલન હેબરમેને ખરીદેલું ચ્યુઇગમનું એક પેકેટ મશીન ઓપ્ટિક્લ સ્કેનર મશીનમાંથી પસાર થયું અને મશીને ૬૭ સેન્ટનો આંકડો છાપી બીપનો અવાજ કર્યો તે આ જગતનું પ્રથમ બારકોડ ટ્રાન્ઝેકશન હતું!!

આના પછી તો જગતમાં રિટેલ ટ્રેડની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે. આજે તો બારકોડ વગરની દુનિયાની કલ્પના પણ ના કરી શકાય. આજે કેશિયરો પાસેથી જૂના સમયની જેમ બિલ બનાવીને કુલ સરવાળો કરીને પેમેન્ટ કલેક્ટ કરવાની આશા પણ ના રાખી શકાય.

બારકોડ એ એક કાળી અને સફેદ લીટીઓનું સંયોજન છે. બારકોડ એ યુનિવર્સલ પ્રોડકટનું ટૂંકુ નામ છે. બારકોડને ઓપ્ટિકલ સ્કેનર બહુ જલ્દી ઓળખી લે છે અને તેની બિલમાં નોંધ કરે છે. બારકોડની ખૂબી એ છે કે રોજ બારકોડના અબજો લેબલ ચીજ વસ્તુઓ ઉપર લગાવવામાં આવે છે છતાં કોઇ બે બારકોડ સરખા નથી હોતા તેથી ક્ધફયુઝન ક્યારેય પેદા નથી થતું. ૧૧ જૂન ૨૦૧૧ના એલન હેબરમેનનું અવસાન થયું અને દુનિયાએ તેને ફાધર ઓફ બારકોડના નામે શ્રદ્ધાંજલિ આપી હતી પણ શું બારકોડના જનક એલન હેબરમેન જ હતા ?

સમયથી પહેલા હોવાનો ગેરફાયદો :
અમેરિકામાં નોર્મન જોસેફ અને બર્નાડ સિલ્વર નામની બે વ્યક્તિઓ હતી. આ બન્નેએ ડ્રેકસેલ ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજીમાંથી ગ્રેજયુએશન કરેલું હતું. આ બન્ને યુવાનોએ બારકોડની શોધ કરી હતી અને તેને ૭ ઓકટોબર ૧૯૫૨માં રજિસ્ટર્ડ પણ કરાવેલા હતા. બદનસીબે એ સમયે સ્કેનિંગ ટૅકનોલૉજી એટલી સારી ના હોવાના કારણે સ્કેનર બારકોડને રેકેગનાઇઝડ બહુ ઝડપથી નહોતું કરી શકતું તેથી ટ્રાન્ઝેકશન પાસ કરવામાં બહુ સમય બરબાદ થતો હતો.

૧૯૬૯માં આ પેટન્ટ રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂરી થઇ અને તેને રિન્યૂ નહીં કરાવવામાં આવ્યું. નસીબની બલિહારી તો જુઓ નોર્મન અને બર્નાડે રજિસ્ટર્ડ કરાવેલા પેટન્ટની સમયમર્યાદા ૧૯૬૯માં પૂરી થયાના માત્ર પાંચ વર્ષમાં જ સ્કેનિંગ ટૅકનોલૉજીમાં સુધારો થયો અને ઓપ્ટિક્લ સ્કેનક લાઇનિંગ સ્પીડથી બારકોડને રેકેગનાઇઝડ કરવા લાગ્યું જેનાથી ટ્રાન્ઝેકશન બહુ ઝડપથી પસાર થવા લાગ્યા અને ગ્રાહકો બહુ ઓછા સમયમાં પેમેન્ટ કરીને ફ્રી થવા લાગ્યા. આમ ૧૯૭૪થી એલન હેબરમેનનો બારકોડ સફળ થયો.

૧૧ જૂન ૨૦૧૧ના એલન હેબરમેનને દુનિયા આખીએ ફાધર ઓફ પેટન્ટના નામે શ્રદ્ધાંજલિ આપી પણ નોર્મન જોસેફ અને બર્નાડ સિલ્વર કે જે બારકોડના ઓરિજિનલ જનક હતા તેનો ઉલ્લેખ પણ નહોતો કરવામાં આવ્યો. નોર્મન જોસેફ અને બર્નાડ સિલ્વરને ખ્યાતી પ્રાપ્ત નહીં થઇ તેનું મુખ્ય કારણ હતું તે બન્નેએ ૧૯૬૯માં હાર માનીને પેટન્ટનું રજિસ્ટ્રેશન રિન્યૂ નહીં કરાવેલું જો એ રિન્યૂ થયું હોત તો ઇતિહાસ કંઇક અલગ જ હોતે. કહેવાય છે ને કે નસીબથી વધારે અને સમયથી પહેલા કોઇને કંઇ નથી મળતું તેનું જીવંત ઉદાહરણ એટલે નોર્મન જોસેફ અને બર્નાડ સિલ્વર!!

અમેરિકા અને યુરોપિયન દેશની સફળતાનું મુખ્ય કારણ એ છે કે ત્યાંના લોકો સમસ્યા માટે સિસ્ટમ કે લોકોને બ્લેમ કરવાના બદલે તેનું નિરાકારણ લાવવાના પ્રયત્નો કરે છે અને તેમાંથી જ નવા આવિષ્કારો થયા છે પછી તે લાઇટનો બલ્બ હોય, ફોન હોય, પ્લેન હોય કે બારકોડ હોય. અને આ બધા લોકોને આ શોધ કરવામાં કાઇ સરકારી મદદ પણ નહીં મળેલી અને તેઓ જયારે તેના પ્રયોગોમાં નિષ્ફળ જતા ત્યારે લોકો તેને ગાંડા કહીને હાંસી પણ ઉડાવતા હતા પણ તેઓ તેના લક્ષ્યમાં રચ્યા પચ્યા રહેતા હતા. ભૂતપૂર્વ પ્રમુખ અબ્દુલ કલામે સાચું જ કહ્યું છે કે “યુ હેવ ટુ ડ્રીમ ફર્સ્ટ બીફોર યોર ડ્રીમ કેન કમ ટુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button