વેપાર

મુંબઈની રિયલ એસ્ટેટ કંપની કલ્પતરુનો આઈપીઓ આજે ખૂલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની વિગતો

મુંબઈ : મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની કલ્પતરુનો આઈપીઓ આજે ખૂલ્યો છે. આ ઇશ્યૂમાં 26 જૂન સુધી ખુલ્લો રહેશે. કંપનીએ શેરનો પ્રાઇસ બેન્ડ રૂપિયા 387-414 રૂપિયા રાખ્યો છે. જોકે, રોકાણ માટે એક લોટ શેર માટે બોલી લગાવવી પડશે. એક લોટમાં 36 શેર હોય છે. રોકાણકારો વધુ લોટ ખરીદી શકે છે. કંપની આ ઇશ્યૂમાંથી 1,590 કરોડ રૂપિયા એકત્ર કરશે.

ઇશ્યૂ ખુલવાના દિવસે બજારમાં જોરદાર ઉછાળો

કલ્પતરુ આઈપીઓમાંથી એકત્ર કરાયેલા 1,193 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવાના બોજને ઘટાડવા માટે કરશે. એપ્રિલ 2025 ના અંતે કંપની પર કુલ 10,186.6 કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે, આજે શેરબજારમાં ઉત્સાહ ફેલાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય બજાર સૂચકાંકો 1 ટકાથી વધુ વધારા સાથે ખુલ્યા છે. આનાથી કલ્પતરુના આઈપીઓ પર સકારાત્મક અસર પડશે.

મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં વૃદ્ધિ માટે મોટી તકો

કલ્પતરુના મેનેજિંગ ડિરેક્ટર પરાગ એમ મુનોટે જણાવ્યું હતું છે કે ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છતાં ભારતમાં રિયલ એસ્ટેટ સહિત ઘણા ક્ષેત્રોમાં માંગ સારી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ સક્રિય છે. કલ્પતરુના શેર સારા પ્રીમિયમ સાથે એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકે છે.આઇપીઓની શેરફાળવણી 27 જૂને થશે. આ શેર 1 જુલાઈના રોજ બીએસએઇ અને એનએસઇ પર લિસ્ટ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button