વેપાર

મુકેશ અંબાણી તેમના પૈસાનું ક્યાં રોકાણ કરે છે? જાણો હકીકત…

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં, પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. આ કુબેરપતિ જે ધંધામાં હાથ નાખે તેમાં તેમને ચાંદી જ ચાંદી થઇ જાય છે અને તેમનો એ બિઝનેસ હરણફાળ ભરવા માંડે છે. તમને પણ એવો વિચાર આવતો હશે કે આપણા જેવા સામાન્ય લોકો તો શેર્સ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ, જમીન, મિલકત વગેરેમાં રોકાણ કરીએ છીએ, તો અબજોપતિ મુકેશ અંબાણી તેમના અધધધ.. નાણાનું રોકાણ ક્યાં કરતા હશે કે જેનાથી તેમની સંપત્તિ દિવસરાત વધતી જ જાય છે. આજે આપણે એ વિશે જાણીશું.

મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે જેમનું માર્કેટ કેપ 12 એપ્રિલના રોજ રૂ. 19,86,000 કરોડ છે. તેમનું રિલાયન્સ ગ્રુપ ટેલિકોમ, ઓઈલ અને ગેસ અને રિટેલ સહિતના અનેક ક્ષેત્રોમાં છે. 66 વર્ષીય મુકેશ અંબાણી આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને મુંબઈમાં એન્ટિલિયા નામની ભવ્ય હવેલીના માલિક છે. ફોર્બ્સ અનુસાર, 12 એપ્રિલ સુધીમાં અંબાણીની નેટવર્થ USD 116.1 બિલિયન છે. આ લગભગ રૂ. 9,69,600 કરોડ છે.


મુકેશ અંબાણીએ તેમના રોકાણમાં વૈવિધ્યીકરણ કર્યું છે. તેઓ ભવિષ્યના વ્યવસાયોમાં મુખ્ય હિસ્સો ખરીદવા સહિત વિવિધ ક્ષેત્રોમાં નાણાં મૂકે છે. તેમણે તાજેતરમાં જ મેડિસિન ડિલિવરી કંપની નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો ખરીદ્યો હતો. વધુમાં, રિલાયન્સના ચેરમેને લગભગ રૂ. 983 કરોડમાં Addverb Technologies નામના ભારતીય રોબોટિક્સ સ્ટાર્ટઅપમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે.


તેમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટીવી અને સ્ટ્રીમિંગ કંપની Viacom18માં પેરામાઉન્ટ ગ્લોબલનો 13 ટકા હિસ્સો લગભગ USD 517 મિલિયન (રૂ. 4310 કરોડ)માં ખરીદે તેવી શક્યતા છે. આ ઉપરાંત, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ આર્મે 2020માં ઓનલાઈન ફર્નિચર રિટેલર અર્બન લેડરનો 96 ટકા હિસ્સો રૂ. 182 કરોડથી વધુમાં હસ્તગત કર્યો હતો. આ રીતે અબજોપતિ બેંકો અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં મૂકવાને બદલે તેમના નાણાંનું ભવિષ્યમાં આગળ વધવાની શક્યતાવાળા વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button