વેપાર
ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૬૧૦થી ૩૬૬૦માં થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.