વેપાર

સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી જળવાઈ રહી હોવાથી મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ટકેલા ધોરણે થયા હતા, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડા સાથે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડા સાથે રૂ. ૩૭૩૨થી ૩૮૩૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૮૨થી ૩૯૪૨માં ટકેલા ધોરણે થયા હતા.

વધુમાં આજે મથકો પર ગઈકાલે ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી રહેતાં નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૫૫થી ૩૭૦૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૨૫થી ૩૭૯૫માં થયાના
અહેવાલ હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker