વેપાર

સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી જળવાઈ રહેતાં મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ટકેલા ધોરણે થયા હતા, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ત્રણનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.

તેમ જ આજે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૩૯૧૬માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ત્રણના સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડા સાથે રૂ. ૩૭૩૬થી ૩૭૮૫માં થયા હતા.

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૬૬૦થી ૩૬૯૫માં અને રૂ. ૩૭૬૦થી ૩૭૯૫માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ
જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button