વેપાર

ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની એકંદરે માગ જળવાઈ રહી હોવા છતાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં થયા હોવાના અહેવાલ હતા. જાકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં નબળી ગુણવત્તાને કારણે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પાંખી રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker