વેપાર

ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે વિવિધ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. ૧૨નો ઘટાડો આવ્યો હતો. આ સિવાય નિરસ માગે બ્રેસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે કોપરની વેરાઈટીઓ અને બ્રાસ શીટ કટિંગ્સમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી ત્રણ વધી આવ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૧૪૩૮ અને રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૦૯૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૪૭૪, રૂ. ૨૦૫ અને રૂ. ૨૨૪ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button