વેપાર
ખાંડમાં મિશ્ર વલણ

મુંબઈ: ગત શુક્રવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જથ્થાબંધ ખાંડ બજારમાં ગત શનિવારની દશેરાની અને રવિવારની જાહેર રજા બાદ પણ એકંદરે રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં હાજરમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો.