વેપાર

ધાતુમાં મિશ્ર વલણ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો તેમ જ સ્થાનિક ડીલરો સહિત સાર્વત્રિક સ્તરેથી કામકાજો પાંખાં રહ્યા હોવાથી માગ અનુસાર વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે કોપરની અમુક વેરાઈટીઓ એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં માગ અનુસાર ભાવમાં કિલોદીઠ રૂ. એકથી છનો સુધારો આવ્યો હતો અને નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ચીનના સ્ટિમ્યુલસ પેકેજની સ્પષ્ટતાના અભાવ વચ્ચે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ટનદીઠ ૯૬૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિકમાં કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારો જોવ મળ્યો હતો, જેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૭૩૬, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૯૨ અને રૂ. ૮૫૬ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૮૦૨ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button