વેપાર

ધાતુમાં મિશ્ર વલણ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવમાં નરમાઈનો અન્ડરટોન અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ગઈકાલની જન્માષ્ટમીની રજા પશ્ર્ચાત્ એકંદરે કામકાજો પાંખાં રહ્યા હતા અને સ્ટોકિસ્ટો તથા વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે મુખ્યત્વે ટીન અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો.

આ સિવાય નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, નિકલ અને એલ્યુમિનિયમમાં વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બે વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ટીન અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૮૩૮ અને રૂ. ચાર ઘટીને રૂ. ૨૭૧ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે નિરસ માગે કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૯૪ અને રૂ. ૮૩૬ તથા કોપર સ્ક્રેપ હેવી અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૮૭ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો