વેપાર

ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધી આવ્યા હતા, જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટી આવ્યા હતા. આ સિવાય ઝિન્ક સ્લેબ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એક ઘટી આવ્યા હતા. તેમ જ કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી બે વધી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ .૧૨ ઘટીને રૂ. ૧૩૯૮ના મથાળે અને કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૭૦૪, રૂ. ૬૯૪ અને રૂ. ૨૨૪ના મથાળે રહ્યા હતા. આજે ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૨૧૮૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૬૫૯ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૪૭૩ અને રૂ. ૭૪૯ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૧૪, રૂ. ૫૦૭, રૂ. ૧૬૩, રૂ. ૨૦૭ અને રૂ. ૧૮૬ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…